[events]

‘અભંગદ્વાર પાઠશાળા મારું એક સ્વપ્ન આનંદ કલ્યાણી શ્રીસંઘના મૂળનું સિંચન જ્યાં થાય છે તે પાઠશાળાનું સ્વતંત્ર વિશાળ મકાન કેમ નહીં ? પાઠશાળાના મકાનમાં સર્વાંગ સંપૂર્ણ ગ્રંથાલય પણ હોવું જોઈએ. ૨૪X૭ ખુલ્લી રહેતી દવાની દુકાન હોય તો ગ્રંથાલય અને પાઠશાળા ખુલ્લા કેમ ન હોવા જોઈએ ? વિદેશની યુનિવર્સિટીઓમાં આવા ગ્રંથાગાર હોય છે. જરૂર પડે ત્યારે નિઃસંકોચ ત્યાં જઈ શકાય અને લાભ લઈ શકાય. આપણે તો જ્ઞાનના પૂજારી, આપણી જ્ઞાનની આ પરબ ખુલ્લી રહેવી જ જોઈએ. જ્યાં આચારસૂત્રો-વિચારસૂત્રો- ભક્તિસૂત્રો અને શુદ્ધિસૂત્રો ભણાવાય, આટલું કરવાથી શ્રીસંઘ નંદનવન બની જશે.

પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજના લેખનો અંશ