‘અભંગદ્વાર પાઠશાળા મારું એક સ્વપ્ન આનંદ કલ્યાણી શ્રીસંઘના મૂળનું સિંચન જ્યાં થાય છે તે પાઠશાળાનું સ્વતંત્ર વિશાળ મકાન કેમ નહીં ? પાઠશાળાના મકાનમાં સર્વાંગ સંપૂર્ણ ગ્રંથાલય પણ હોવું જોઈએ. ૨૪X૭ ખુલ્લી રહેતી દવાની દુકાન હોય તો ગ્રંથાલય અને પાઠશાળા ખુલ્લા કેમ ન હોવા જોઈએ ? વિદેશની યુનિવર્સિટીઓમાં આવા ગ્રંથાગાર હોય છે. જરૂર પડે ત્યારે નિઃસંકોચ ત્યાં જઈ શકાય અને લાભ લઈ શકાય. આપણે તો જ્ઞાનના પૂજારી, આપણી જ્ઞાનની આ પરબ ખુલ્લી રહેવી જ જોઈએ. જ્યાં આચારસૂત્રો-વિચારસૂત્રો- ભક્તિસૂત્રો અને શુદ્ધિસૂત્રો ભણાવાય, આટલું કરવાથી શ્રીસંઘ નંદનવન બની જશે.

પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજના લેખનો અંશ

રહેશે દ્વાર સદાયે ખુલ્લા અભંગદ્વારના અભંગ આભૂષણો

  • પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવંતોને અનેક વિષયો તેમજ ગ્રંથોનો અભ્યાસ કરાવવા સુયોગ્ય પંડિતજીઓ પધારશે.
  • શ્રાવક-શ્રાવિકાઓને સવારથી સાંજ અભ્યાસ કરાવતા શ્રેષ્ઠ અધ્યાપકો.
  • જ્યારે જોઈએ ત્યારે પુસ્તક મળી શકે એવો અતિસમૃદ્ધ ગ્રંથભંડાર.
  • પૂજા-પૂજન, પ્રાર્થનાસભા, ભાવયાત્રા તેમજ વિશિષ્ટ સેમિનાર
    માટે સગવડતા યુક્ત હોલ.
  • ચારેય ફિરકાના જૈન પરિવારના બાળકોને શૈક્ષણિક સહાય
    કરતી જિત સંસ્થાની ઓફિસ.
  • સંસ્કાર શક્તિ ગર્ભ સંસ્કરણ કેન્દ્રનું સેન્ટર અને ઓફિસ.